ડાંગ જિલ્લામાં ખેડૂતોએ ઘર આંગણે જ શરૂ કરી મશરૂમની ખેતી
Live TV
-
ગુજરાતના છેવાડાનાં વિસ્તાર ડાંગ જિલ્લામાં ખેડૂતોએ ઘર આંગણે મશરૂમની ખેતી શરૂ કરી છે. ડાંગ જિલ્લાના ખેડૂતો બારેમાસ મશરૂમની ખેતી કરે છે. મશરૂમની ખેતી માટે શેડ ઊભા કરવા તેમને મોટા વિસ્તારની જરૂર પડતી નથી.
એક નાનકડી જગ્યામાં સારા પ્રમાણમાં મશરૂમના શેડ ઊભા કરીને આ પાક લઈ શકાય છે. જેનું ઉત્તમ ઉદાહરણ ડાંગ જિલ્લાના ખેડૂતોએ પૂરું પાડ્યું છે. ડાંગ જિલ્લાના ખેડૂતો હવે દરેક ઋતુમાં મશરૂમની ખેતી કરીને આર્થિક રીતે સધ્ધર થયા છે. ડાંગ જિલ્લામાં 1200થી વધુ ખેડૂતો ટૂંકા ગાળાની મશરૂમની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે.
