તાપીઃ વહીવટી તંત્ર દ્વારા Good Governance અંતર્ગત ઉચ્છલ તાલુકાના રાત્રી સભા યોજાઈ
Live TV
-
તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા Good Governance અંતર્ગત ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે રાત્રી સભા યોજાઈ હતી.સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા શુભ આશયથી આ રાત્રી સભાનું આયોજન કરાયું હતું. જુદા- જુદા વિભાગના અધિકારીઓએ પોતાના વિભાગની યોજનાઓની જાણકારી આપી હતી.ગ્રામજનોએ પંચાયતઘર,આંગણવાડી,પાણી,વિજળી,સ્મશાન બનાવવા જેવા પ્રશ્નો રજુ કર્યા હતા. ગ્રામજનોના તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં રાત્રી સભા સંપન્ન થઈ હતી
