તાપી જીલ્લાનાં ઉખલદા ગ્રામ પંચાયતને વર્ષ 2019-2020 માટે શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ એનાયત કરાયો
Live TV
-
કેન્દ્ર સરકારનાં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા તાપી જીલ્લાનાં સોનગઢ તાલુકાની ઉખલદા ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પંચાયતી રાજદિવસ પ્રસંગે દેશની ગ્રામ પંચાયતો પૈકી શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે યોજાયેલા પંચાયતી રાજદિવસ ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા વર્ચુઅલ માધ્યમથી દેશની વિવિધ ગ્રામ પંચાયતોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સોનગઢ તાલુકાનાં ઉખલદા ગ્રામ પંચાયતને વર્ષ 2019-20 માટે નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો જેમાં પ્રમાણપત્ર સહિત દસ લાખ રૂપિયા રોકડ રકમ આપવામાં આવી હતી.
