Skip to main content
Settings Settings for Dark

તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી કેસર કેરીની હરાજીનો આરંભ

Live TV

X
  • તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે. જો કે કોરોના મહામારીને કારણે કેસર કેરીના વેચાણ પર માઠી અસર નોંધાઇ હતી. વેચાણના પ્રથમ દિવસે, ખરીદી માટે જિલ્લા બહારથી આવતા વેપારીઓની પાંખી હાજરી જોવા મળી હતી. જેને પગલે 10 કિલોગ્રામ બોક્સના રૃપિયા ૪૦૦ થી ૭૦૦ સુધી ભાવ બોલાયો હતો. તેમજ પાંચથી સાત હજાર બોક્સની આવક નોંધાઇ હતી. ગત વર્ષે ખરાબ વાતાવરણ અને કોરોનાના ગ્રહણને કારણે ખેડૂતોને નુકશાનીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે કેસર કેરીને અનુકુળ વાતાવરણ ન મળતા ૪૦% પાકનું ઓછું ઉત્પાદન થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરાઇ છે. ખેડૂતોએ પોષણક્ષમ ભાવ સાથે કેરીનું વેચાણ થાય તે માટે સરકાર સમક્ષ માંગણી મૂકી છે. તો બીજી તરફ ખેડુતોને નુકસાન ન જાય તે માટે વિશેષ છૂટછાટ આપવાની સરકાર દ્વારા હૈયાધારણા આપવામા આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply