દાહોદમાં કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો 200 આદિવાસીઓેને લાભ મળ્યો
Live TV
-
દેવગઢબારીયા એપીએમસી ખાતે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે 200 આદિવાસી ખેડૂતોને બિયારણ અને ખાતરના કીટનું વિતરણ કરાયું હતું
દાહોદમાં કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો 200 આદિવાસીઓેને લાભ મળ્યો છે. દેવગઢબારીયા એપીએમસી ખાતે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે 200 આદિવાસી ખેડૂતોને બિયારણ અને ખાતરના કીટનું વિતરણ કરાયું હતું. આ પ્રંસગે દાહોદ જિલ્લા યોજનાના અનેક અદિકારીઓ તેમજ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્યમંત્રી ખાબડે આ પ્રંસગે જણાવ્યું હતું કે ભાજપની સરકાર ગરીબોની સરકાર છે કોરોના જેવી આફતમાં પણ ગામડાંમાં વસતા તમામ લોકોને મફતમાં અનાજ આપી લોકોની જઠરાગ્નિ શાંત કરી છે. તેમજ આદિવાસી વિકાસ વિભાગ ના કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત સહાય આપવામાં આવી રહી છે. જેનાથી આદિવાસી ખેડૂતોને મદદરૂપ થશે.
