દિન વિશેષ: પેપર બેગ ડે
Live TV
-
આજે 12 જુલાઈ એટલે પેપર બેગ ડે. આ દિવસ મનાવવાનો હેતુ પ્લાસ્ટિકના કચરાનો ઘટાડવામાં મદદ કરવા માટે પ્લાસ્ટિકની જગ્યાએ પેપર બેગનો ઉપયોગ કરવામાં જાગરૂકતા ફેલાવવાનો છે. પેપર બેગ હાનિકારક પ્લાસ્ટિકની થેલીઓની જગ્યાએ વપરાશમાં લઇ શકાય તેવો પર્યાવરણને અનુકૂળ વિકલ્પ છે. પ્લાસ્ટિકનું વિઘટન થવામાં હજારો વર્ષ વીતી જાય છે જ્યારે પેપર બેગ 100 ટકા રી-સાઇકલ કરી શકાય છે અને તેનું માત્ર એક મહિનાની અંદર વિઘટન થઇ શકે છે. છેલ્લાં બે વર્ષથી પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે. પેપર બેગ ડે ની ઉજવણી ખાસ કરીને પ્લાસ્ટિકથી પર્યાવરણને જે નુકશાન થાય છે તેનાથી લોકોને જાગૃત કરવા માટે કરવામાં આવે છે.
પેપર બેગનું ચલણ પણ હવે ધીરે ધીરે વધી રહ્યું છે. તેનો ફાયદો ગૃહિણીઓને થઈ રહ્યો છે. લોકડાઉન દરમિયાન ઘણા લોકોએ અનાજની કીટ અને જમવાનું આપવાની સેવા કરી હતી. પરંતુ રૂપલબેને આ લોકડાઉન દરમિયાન ઘરે બેસેલી મહિલાઓ કંઈક નવું શીખે જેથી તેના થકી તેમને રોજગારી મળી રહે તે હેતુથી તેમણે આ મહિલાઓને ઘરે જ પેપર બેગ બનાવતા શીખવાડ્યું હતું અને તેના થકી તેઓ પોતાનો ઘરખર્ચ કાઢી રહી છે.આજે આ મહિલાઓ મહિને 4000 થી 7000 ની કમાણી કરી રહી છે. સુરત સહિત આજુબાજુનાં વિસ્તારોની મહિલાઓને પેપરબેગ બનાવતા શીખવાડવામાં આવે છે અને તેઓને પગભર કરાય છે.
