દ્રારકા, પાટણ, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ
Live TV
-
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 જિલ્લાના 156 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. જેમાં દેવભૂમિ દ્વારકામાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગત રાત્રિ ના દ્વારકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ વરસ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 જિલ્લાના 156 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. જેમાં દેવભૂમિ દ્વારકામાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગત રાત્રિ ના દ્વારકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ વરસ્યો હતો. આ સાથે મોસમનો કુલ વરસાદ સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 213 મીલીમીટર, ભાણવડમાં 173 મીલીમીટર, કલ્યાણપુર તાલુકામાં 120 મીલીમીટર જ્યારે દ્વારકા તાલુકામાં 42 મીલીમીટર, વરસાદ નોંધાયો છે. તો અરવલ્લી જિલ્લાના ધનસુરા, ભિલોડા, મોડાસા અને મેઘરજ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસતા વાહનચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો. અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા પરંતુ વરસાદ વરસતા ખેડૂતો ને રાહતની લાગણી અનુભવી હતી.
