દિન વિશેષ: રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ
Live TV
-
દર વર્ષે 14 ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ લોકોને ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન વિશે જાગૃત કરવા અને ઊર્જા સંશાધનોની બચત તરફના પ્રયત્નોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉર્જા સંરક્ષણનો અર્થ છે કે, ઊર્જાનું ઉત્પાદન કરીને અથવા તેનો ઓછો ઉપયોગ કરીને તેનો વપરાશ ઘટાડવો. ઊર્જા સંરક્ષણ એ બળતણનો વપરાશ ઘટાડવા અને ઊર્જા સંસાધનોનો ઓછામાં ઓછા ઉપયોગ કરીને ભવિષ્ય માટે બચત કરવા માટે કરવાનો પ્રયાસ છે.
ભારત સરકારે ઉર્જા સંરક્ષણ અધિનિયમ, 2001 ની જોગવાઈ હેઠળ પહેલી માર્ચ 2002ના રોજ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE)ની સ્થાપના કરી છે, BEEએ એક બંધારણીય સંસ્થા છે. જે ભારત સરકાર હેઠળ કામ કરે છે અને ઊર્જાનો ઉપયોગ ઘટાડવા માટે નીતિઓ અને વ્યૂહરચનાઓ ઘડવામાં મદદ કરે છે. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસના અવસરે લોકોને ભારતને ઉર્જા કુશળ દેશ બનાવવા માટે સંકલ્પ લેવા માટે અપીલ કરી છે. નાયડુએ એક ટ્વિટ સંદેશમાં લોકોને કહ્યું કે, તેઓ ઉર્જા સંરક્ષણ માટે પૂરતા પ્રયાસ કરે અને ઉર્જાના અન્ય વિકલ્પોનો પણ ઉપયોગ કરે. તેમણે પર્યાવરણ સંશાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
