Skip to main content
Settings Settings for Dark

ભરૂચના ખેલાડીઓ શૂટિંગમાં કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ

Live TV

X
  • ભારતીય ટીમની શુટિંગમાં ઈન્ટરનેશનલ ટ્રાયલ યોજાવાની છે જેમાં ભરૂચના ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આંતરરાષ્ટ્રીય શૂટિંગ માટે 3 શૂટર અને રાષ્ટ્રીય શુટિંગ સ્પર્ધા માટે 7 શૂટર ભાગ લેવાના છે. ખુશી ચુડાસમા. ધનવીર રાઠોડ અને સોમ વિસવાડિયાની ભારતીય ટીમમાં ઈન્ટરનેશનલ લેવલની શૂટર ટ્રાયલ માટે પસંદગી કરાઈ છે તો પૃથ્વીરાજ રાણા, અદિતિ રાજેશ્વરી, તનવી જોધાણી, સોમ વિસવાડિયા અને ખુશી ચુડાસમાની રાષ્ટ્રીય સ્તરે લેવલની શૂટર માટે પસંદગી કરાઈ છે. સ્પર્ધકો ગુજરાતનું નામ રોશન કરવા માટે અત્યારથી તૈયારીમાં લાગ્યા છે. 64મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ 2021 ભોપાલમાં યોજાઈ જેમાં ભરૂચ ડિસ્ટ્રીક રાઈફલ શૂટિંગ એસોસિયેશનના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર શૂટરોને જિલ્લા રાઈફલ કલબના પ્રમુખ અરૂણસિંહ રાણાએ અભિનંદન આપ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply