ભરૂચમાં ભૂખી ખાડીના પુલ પર સમારકામ, વાહનચાલકોને મુશ્કેલી
Live TV
-
ભરૂચમાં નેશનલ હાઈવે પર વરેડિયા પાસે ભૂખી ખાડીના પુલ પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા તરફ જતા માર્ગને ચાર દિવસ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ડાયવર્ટ કર્યો છે. ભૂખી ખાડી પરના પુલમાં સમારકામના કારણે રસ્તો એકમાર્ગીય બન્યો છે જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. સમારકામની કામગીરીના પ્રથમ દિવસે વરેડિયા ભૂખી ખાડીના પુલથી કરજણ તાલુકાના હલદરવા ગામ સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ચાર દિવસ સુધી ભૂખી ખાડીના પુલ પર સમારકામ કરવામાં આવશે. આ પુલને ત્રણ લેનમાં પરિવર્તીત કરવામાં આવશે તો અકસ્માતોમાં ઘટાડો થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી બની શકે છે. હાલમાં સમારકામની કામગીરીના કારણે કરજણ પોલીસે ટ્રાફિક નિયમન માટે વરેડિયા અને હલદરવામાં પોલીસકર્મીઓ તૈનાત કર્યા છે.
