દિવાળી વેકેશનમાં જુનાગઢના પર્યટક સ્થળો પર પ્રવાસીઓની ભીડ
Live TV
-
દિવાળી વેકેશનમાં જુનાગઢના પર્યટક સ્થળો પર પ્રવાસીઓની ભીડ
દિવાળી વેકેશનનો માહોલ રાજ્યમાં બન્યો છે. ત્યારે દેશભરમાં સૌથી માનીતું પ્રવાસન સ્થળ એટલે જૂનાગઢ અને દિવાળીના વેકેશનમાં સૌથી વધુ પ્રવાસીઓ જુનાગઢની મુલાકાત લઈ રહ્યા છે. દરેક પર્યટક સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જામી છે. જૂનાગઢના ઉપરકોટ, ગિરનાર સક્કરબાગ સહિતના પર્યટક સ્થળો પર પ્રવાસીઓ દિવાળીનું વેકેશનની મજા લઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ જૂનાગઢના નવાબી કાળના સકકરબાગ ઝુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. સાથે ચાર વર્ષ બાદ રીનોવેટ થઈ અને ખુલ્લુ મુકવામાં આવેલા ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓ જુદા જુદા સ્થળોની મુલાકાત લઈને વેકેશનની મજા માણી રહ્યા છે.
ઉપરકોટમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા વ્યવસ્થામાં પણ વધારો કરાયો છે. જેમાં પાંચ જેટલા નવા ઈલેક્ટ્રીક વાહનો મૂકવામાં આવ્યા છે. જેમાં મુસાફરો આખા ઉપરકોટ કીલ્લાને નિહાળી રહ્યા છે અને પ્રવાસીઓનો ધસારો વધતા તંત્ર દ્વારા જુદા જુદા પોઇન્ટો ઊભા કરીને સિક્યુરિટીની વ્યવસ્થા પણ તૈનાત કરાઈ છે.
