Skip to main content
Settings Settings for Dark

દિવ્યાંગ યુવકે દ્રઢ નિશ્ચય અને મહેનત સાથે કોઈ પણ શિખર સર કરી શકાયનું ઉદાહરણ પૂરું પાડ્યું

Live TV

X
  • આજના આધુનિક અને ઓનલાઈન યુગમા પણ રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા અને  દેશને કોઈ પણ વર્લ્ડકપ હોય કે મેડલ કોઈ પણ ટ્રોફી અપાવવા તરવરતા યુવાનો માટે સુરેન્દ્રનગર જિલ્લા ના નાનકડા ગામડા ના એક દિવ્યાંગ યુવકે દાખલો બેસાડી દ્રઢ નિશ્ચય અને મહેનત સાથે આત્મ વિશ્વાસ હોય તો સફળતા ન કોઈ પણ શિખરો પાર કરવામાં તમને કોઈ પણ કમી અડચણ નથી બનતી એ વાત સાબિત કરી બતાવી છે
               
    લીંબડી તાલુકાના રળોલ ગામના અત્યન્ત સામાન્ય શ્રમજીવી પરિવારના દિવ્યાંગ યુવાને જાત મહેનતે કોઈ પણ કોચ વગર તૈયારી કરી બિહાર ખાતે યોજાયેલી ૧૭મી નેશનલ પેરા ગેમ્સ સેરેબ્રલ પલ્સી સ્પર્ધામાં ભાલા અને ચક્ર ફેંકમાં ૨ ગોલ્ડ અને ગોળા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. હાથ અને બન્ને પગમાં ૮૦% દિવ્યાંગતા ધરાવતા યુવાને 7 વર્ષની કારકિર્દીમાં ૯ ગોલ્ડ અને ૫ સિલ્વર મેડલ જીતી દેશમાં રળોલ ગામ, પોતાના પરિવાર, સમાજ સાથે સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે અને અન્ય યુવાનો માટે પણ એક આગવું અને પ્રેરણા દાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે
                  
    સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના છેવાડાના નાનકડા રળોલ ગામે અશરફના માતા-પિતા છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે અશરફ ૯ દિવસનો હતો ત્યારે આંચકી ઉપડી હતી જેના કારણે તેના બન્ને પગ અને ડાબો હાથ ખેંચાઈ ગયા હતા. પુત્રની વિકલાંગતાને કારણે માતા-પિતા માથે જવાબદારી વધી ગઈ હતી પણ દાદી હમીના બેને પોતા ના પૌત્ર ની રમત ગમત પ્રત્યે નો પ્રેમ અને શારીરિક મજબૂરી જોતા માલિશ ,કસરત સહિત ના શક્ય ઉપાયો કરી સમય કાઢી અશરફ ને ચાલવાયોગ્ય કર્યો અને વિશ્વાસ વધારી હિંમત પણ આપી ત્યાર બાદ અશરફે શારીરિક અક્ષમતા બાજુ પર મૂકી દ્રઢ મનોબળ આત્મવિશ્વાસ અને પોતાની જાત પર ભરોસો રાખી શિક્ષણકાર્ય પૂર્ણ કર્યું. ખેલ મહાકુંભ-૨૦૧૫ સ્પર્ધામાં જેવેલીન સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો. વર્ષ-૨૦૧૭ માં યોજાયેલા ખેલ મહાકુંભમાં જેવેલીન સાથે ગોળાફેક સ્પર્ધામાં ઔવલ આવ્યો. હરિયાણામાં યોજાયેલી રાજ્ય કક્ષાની પેરા એથ્લેટીક સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો તો મળ્યો હતો પરંતુ ઘરની સામાન્ય સ્થિતિને કારણે ભાલો અને ગોળો પણ નહીં ખરીદી શકવાને કારણે અને પ્રેક્ટિસ લાયક મેદાન ઉપલબ્ધ ન હોવા થી પ્રેક્ટિસ નહીં કરી શકતાં ત્યાં અશરફને હાર મળી હતી  પરંતુ જેણે લડવા નું નક્કી જ કરી લીધું હોય એમ વીર યોદ્ધા ની જેમ અશરફે નિષ્ફળતા ખંખેરી અને પરિસ્થિતિ અને સંજોગો ને લઈ પ્રેક્ટિસ માટે ભાલો અને ગોળો ખરીદવા પણ પૂરતા પૈસા ન હોવા છતાં માત્ર રૂ.૩ હજાર જેવી નજીવી રકમ ની પણ લોન લઈ ભાલો અને ગોળાની ખરીદી કર્યા બાદ બન્ને પગ ની વિકલાંગતા હોવા છતાં ગામડા ના ખડબચડા ખેતરો માં પ્રેકટીસ શરૂ કરી હતી અને નડિયાદમાં યોજાયેલી ૪૧ મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટીક સ્પર્ધામાં ભાલાફેંકમાં ગોલ્ડ અને ગોળા ફેંકમાં સિલ્વર મેડલ જીતી નેશનલ કક્ષામાં દાવેદારી નોંધાવીત્યાર બાદ બિહારમાં યોજાયેલી ૧૫ મી નેશનલ પેરા એથ્લેટીક ચેમ્પિયનશીપમાં ઈન્ટરનેશનલ રમી ચૂકેલા નારાયણ ઠાકૂર સામે ૭.૨૫ મીટર ગોળો દૂર ફેંકી ગોલ્ડ પ્રાપ્ત કર્યો. ભાલાને ૧૯.૯૨ મીટર દૂર ફેંકી ગોલ્ડ મેડલ જીતી સમગ્ર દેશમાં ડંકો વગાડયો હતો જ્યારે બિહારના પટના ખાતે માર્ચ માં યોજાયેલી ૧૭ મી નેશનલ પેરા ગેમ્સ સેરેબ્રલ પલ્સી પ્રતિયોગીતામાં ૨૩ રાજયોના ૩૦૦ ખેલાડીએ ભાગ લીધો હતો. એફ. ૨૭. કેટેગરીમાં અશરફે ભાલાને ૨૪.૨૭ મીટર અને ચક્રને ૧૦.૧૯ મીટર દૂર ફેંકી ૨ ગોલ્ડ મેડલ જીત્યા. ગોળા ફેંક સ્પર્ધામાં ૧૭ ખેલાડીએ ભાગ લીધો જેમાં અશરફે ગોળાને ૬.૮૦ મી. દૂર ફેંકી સિલ્વર મેડલ જીત્યો હતો. ડાબો હાથ તથા બન્ને પગે પણ વિકલાંગતા ધરાવતો હોવા છતાં યુવાને પોતાની ૭ વર્ષની કારકિર્દીમાં ૯ ગોલ્ડ અને ૫ સિલ્વર મેડલ જીતી દેશમાં ગુજરાત અને ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે અને અન્ય દિવ્યંગોને પણ "ઈશ્વર  અમુક ક્ષમતા ન આપે તો અન્ય વિશેષ ક્ષમતા આપે જ છે , એની પર વિશ્વાસ રાખો અને તમારા માં રહેલી  ક્ષમતા મુજબ  મહેનત કરતા રહો, તો સફળતા અવશ્ય મળે જ છે" એવો મેસેજ આપી દેશના અન્ય દિવ્યાંગો સહિત યુવા વર્ગનો આત્મ વિશ્વાસ અને ગૌરવમાં પણ અશરફે વધારો કર્યો હતો અને પગે વિકલાંગતા હોવા છતાં ખડબચડા ખેતરોમાં પ્રેક્ટિસ કરી સફળતા મેળવ્યા બાદ અશરફે વધુ માં જણાવ્યું હતું કે, જો પ્રેક્ટિસ કરવા સારું ગ્રાઉન્ડ અને સારો કોચની જો સહાય મળે તો હજુ આગળ વધશે,અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં  દેશ માટે રમી દેશને પણ મેડલો અપાવશે એવી સુંદર અને ખેલદિલી વાળી ઈચ્છા વ્યક્ત કરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply