દીવમાં દીપાવલી પર્વની રજામાં પ્રવાસીઓનો ઘસારો
Live TV
-
હોટેલ્સ માલિકોને તો રાહત થઇ જ છે સાથો સાથ અન્ય વ્યાપારીઓની રોજિંદી જિંદગી પણ પૂર્વવત થતી જોવાઈ રહી છે
કેન્દ્ર શાસિત દીવમાં દીપાવલી પર્વની રજાઓ દરમિયાન પ્રવાસીઓનો ધસારો થતા વ્યાવસાયિકોને મોટી રાહત મળી છે. આમ તો અનલોક-1 માં જ હોટેલ્સ ખુલવા આદેશ થયો હતો પરંતુ કોરોના સંક્રમણના ભયના કારણે પ્રવાસીઓ કદાચ આવતા ડરતા હતા. દરમિયાન દીવમાં કોરોના સંક્રમણના કેસ આવતા હોટેલ માલિકોએ સ્વેચ્છાએ જ 30 જૂન સુધી હોટેલ્સના ખોલાવા તૈયારીઓ દર્શાવી હતી. હવે જ્યારે પ્રવાસીઓ આવી રહયા છે ત્યારે હોટેલ્સ માલિકોને તો રાહત થઇ જ છે સાથો સાથ અન્ય વ્યાપારીઓની રોજિંદી જિંદગી પણ પૂર્વવત થતી જોવાઈ રહી છે. જો કે કોવિડ -19 ની તમામ માર્ગદર્શિકાઓનું પાલન થઇ રહ્યું છે
