Skip to main content
Settings Settings for Dark

રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુની 40,000 લોકોએ મુલાકાત લીધી

Live TV

X
  • દિવાળીનો તહેવાર રાજકોટ મહાનગરપાલિકાને ફળદાયી નિવડ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા હસ્તગત પ્રદ્યુમન પાર્ક ઝુની 40,000 જેટલા લોકોએ મુલાકાત લીધી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાને 10 લાખથી વધુની આવક ટિકિટ દ્વારા થવા પામી છે. મહત્વનું છે કે વર્ષ દરમિયાન પ્રદ્યુમન પાર્કની મુલાકાત દિવાળીના તહેવાર સમયે તેમજ સાતમ-આઠમના તહેવાર સમયે મોટી સંખ્યામાં લોકો લેતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે પણ દિવાળીના તહેવાર અંતર્ગત લોકોએ પ્રદ્યુમન પાર્કની મુલાકાત લીધાનું સામે આવ્યું છે. જો કે પ્રદ્યુમન પાર્કની અંદર ઠેર-ઠેર સરકારની ગાઈડલાઈનનું પાલન સાથે કોરોના જાગૃતિ અંગેના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. સાથે જ પાર્કમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ પણ અમલી બનાવાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply