વિશ્વ વિખ્યાત રણોત્સવનો 12 નવેમ્બરથી પ્રારંભ થયો
Live TV
-
હાલ માં ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને ટેન્ટ સિટીમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી
વિશ્વ વિખ્યાત એવા રણોત્સવનો 12 નવેમ્બરથી પ્રારંભ થયો જે 28 ફેબ્રુઆરી સુધી ચાલશે.હાલ માં ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને ટેન્ટ સિટીમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટેન્ટમાં કામ કરતા 350 જેટલાં સ્ટાફનો સમયસર કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે. તો પ્રવાસીઓ માટે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા કરાઈ છે. પ્રવાસીઓના લગેજ તેમજ ટેન્ટને સેનિટાઈઝ કરવા સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. ટેન્ટસિટીના અમિત ગુપ્તા તંબુ નગરી અંગે કહે છે કે ચાલુ વર્ષે પણ સારું એવું બુકીંગ થયું છે. જોકે હાલ ટેન્ટના ભાવમાં થોડો ઘટાડો કરાયો છે અને ટેન્ટ સિટમાં આવતા પ્રવાસી ઓની સેફટીને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે
