દીવ જિલ્લાની મિઠાઈ અને ફરસાણની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી
Live TV
-
મિઠાઈઓના અને ફરસાણોના સેમ્પલ લઈ સીલ કરીને બરોડા ફુડ એન્ડ ડ્રગ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવશે, આ સેમ્પલમાં જો કોઈ ભેળસેળ જોવા મળશે તો તેની પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
દિવાળી દરમિયાન દીવ જીલ્લાની મિઠાઈ અને ફરસાણની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. દીવ પ્રશાસન દ્વારા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ખોરાકમાં ભેળસેળ જેવી બાબતો પર ધ્યાન આપવા દીવ ફુડ ઈન્પેકટરે દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. મિઠાઈઓના અને ફરસાણોના સેમ્પલ લઈ સીલ કરીને બરોડા ફુડ એન્ડ ડ્રગ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવશે, આ સેમ્પલમાં જો કોઈ ભેળસેળ જોવા મળશે તો તેની પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
