દીવ-દમણના ખેડૂતો વળ્યા ઑર્ગેનિક ખેતી તરફ
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના કચ્ચીગ્રામ ખાતે ઍગ્રીકલ્ચરના ફાર્મ હાઉસમાં ઑર્ગેનિક પદ્ધતિથી થતી ખેતી પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે અને ઑર્ગેનિક ઉત્પાદનો ખરીદવા માટે લોકોની ભીડ પણ ઉમટી રહી છે.
ક્ચ્ચીગ્રામમાં ઑર્ગેનિક ખેતીની શરૂઆત બાદ દમણ અને દીવના ખેડૂતો પણ આ પરંપરાગત ખેતી અપનાવી રહ્યા છે. કચ્ચીગ્રામ ફાર્મ હાઉસમાં ઑર્ગેનિક ખેતીથી રીંગણ, ભીંડા, કાકડી, ચિકુ, ટામેટા, કોથમી, કોબી, ફ્લાવર સહિતના અન્ય બિયારણો માટે ખેતી થઈ રહી છે.
ફાર્મ હાઉસની બહાર આવેલ ઑર્ગેનિક શાકભાજી સ્ટોલ પર ખરીદી માટે લોકોની ભીડ રહે છે. ઉપરાંત આ સ્ટોલ પર કેશલેશ સુવિધા માટે સ્વૈપ મશીન પણ રખાયું છે. ઑર્ગેનિક ખેતી માટે દમણ દીવમાં ૨૬ કલસ્ટર પણ બનાવામાં આવ્યા છે, જ્યાં ખેડુતોને ઑર્ગેનિક ખાતર બનાવાની ટ્રેનિંગ અપાઈ રહી છે.
