દીવ: વાંઝા જ્ઞાતિ સમુદાય દ્વારા કબીરજી ની યાદ તાજી રાખવા માટે કાજળા પર્વની ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક કરાઈ ઉજવણી
Live TV
-
દીવ: વાંઝા જ્ઞાતિ સમુદાય દ્વારા કબીરજી ની યાદ તાજી રાખવા માટે કાજળા પર્વની ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક કરાઈ ઉજવણી
આજથી લગભગ ૧૫૪ વર્ષથી દીવના વાંઝા જ્ઞાતિ સમુદાય દ્વારા કબીરજી ની યાદ તાજી રાખવા માટે કાજળા પર્વની ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ ભારતભરમાં માત્રને માત્ર દીવ વાંઝાં જ્ઞાતિ દ્વારા જ મનાવવામાં આવે છે. કાજળા પર્વમાં ફૂલો, નાગરવેલના પાન અને વાંસની રચના બનાવી તેમાં મોટું શ્રીફળ મૂકવામાં આવે છે. જેની આખી રાત પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ શ્રીફળને લોકો વચ્ચે લૂંટાવવામાં આવે છે. શ્રીફળનું એટલું મહત્વ છે કે, લોકો તેને લૂંટવામાં લાગી જાય છે, જેથી તેને ' કાજળો લૂટાણો' પણ કહેવાય છે.
