મહેસાણા: વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ડાયરાની રમઝટ સાથે રંગારંગ કાર્યક્રમ યોજાયો
Live TV
-
શિવ વંદના, શિવમહિમા, ભક્તિ ગીત અને શિવ મહાદેવના નાદ સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા.
મહેસાણાના વડનગર ખાતે ડાયરાની રમઝટ સાથે, રંગારંગ કાર્યક્રમ હાટકેશ્વર મહાદેવ મંદિર પરિષદમાં યોજાયો હતો. રાજ્યના જાણીતા કલાકાર, ફરીદા મિરે, હાજર રહી કોકિલકંઠમાં શિવ તાંડવ, શિવ વંદના, શિવમહિમા, ભક્તિ ગીત અને શિવ મહાદેવના નાદ તથા જય જય શિવ શંકર ગાન દ્વારા, પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે હાસ્ય કલાકાર, સુખદેવ ધામલીયાએ લોકોને પેટ પકડી હસાવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવો, સોમાભાઈ મોદી, પંકજ ભટ્ટ, જિલ્લા કલેકટર એમ.નાગરાજન, વડનગર પ્રાંત અધિકારી દક્ષેશ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરના હસ્તે, દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી-ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણા અને વડનગર વિકાસ સમિતિના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
