Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્રનો સૌથી મોટો રસરંગ લોકમેળો વધુ એક દિવસ લંબાવવાનો કરાયો નનિર્ણય

Live TV

X
  • જન્માષ્ઠમીના પર્વ પર યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા રસરંગ લોકમેળાની રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે મુલાકાત લીધી હતી

    દર વર્ષે સાતમ આઠમના પર્વને લઈ રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકો મેળો યોજાય છે.પાંચ દિવસ માટે યોજાતા આ લોક મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. ત્યારે આ વર્ષે રાજકોટના રસરંગ મેળાનો એક દિવસ વધારવામાં આવ્યો છે. 

    સૌરાષ્ટ્ર નો સૌથી મોટો રસરંગ લોકમેળો વધુ એક દિવસ લંબાવવાનો નિર્ણય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.રાજકોટ શહેરમાં યોજાયેલ આ લોકમેળામાં લાખોની જનમેદની ઉમટી છે ત્યારે રવિવાર સુધી આ લોક મેળો શરૂ રહેતા લોકોમાં આનંદ છવાયો છે.આજરોજ રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે રસરંગ મેળાની મુલાકાત લીધી હતી.ગ્રામ્ય સંસ્કૃતિ ને ઉજાગર કરતા સ્ટોલ,પોલીસ ના અત્યાધુનિક સાધનો,માહિતી ખાતાનો સ્ટોલ સહિત વિવિધ સ્ટોલ ની મુલાકાત લઈ સૌને પ્રોત્સાહિત કર્યા હતા.રાઘવજીભાઈએ મેળામાં રાઈડ્સ નો આનંદ માણી જણાવ્યું હતું કે 50 વર્ષ બાદ હું મેળામાં કોઈ રાઈડ માં બેઠો હોય તો એ રાજકોટના મેળામાં આજે બેઠો છું.જિલ્લા વહીવટી તંત્ર ને સુંદર આયોજન બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply