નર્મદા ગોરા ઘાટ ખાતે નર્મદા માતાની આરતીનું ગ્રાન્ડ રીહર્સલ કરાયું
Live TV
-
નર્મદા ગોરા ઘાટ ખાતે નર્મદા માતાની આરતનું ગ્રાન્ડ રીહર્સલ કરાયુ હતુ. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા પ્રવાસીઓને પણ ગોરા ઘાટ ખાતે લાવવામાં આવ્યા હતા. આરતી બાદ નર્મદા નદીમાં ફાઉંટેન શોનું રીહર્સલ કરવામાં આવ્યું હતું. સુપ્રસિદ્ધ સુલપાણેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાળ એક ઘાટ નર્મદા તટે બનાવ્યો છે. ત્યાં આગામી સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌ પ્રથમ નર્મદા આરતી કરશે. જેનું હાલ રિહર્સલ શરૂ કરાયુ છે. જે રીતે હરિદ્વારમાં ગંગા આરતી થાય છે,, તેવી જ રીત નિયમિત નર્મદા કિનારે,, મા નર્મદાની આરતી કરાશે. આરતી પૂર્ણ થયા બાદ નર્મદા નદીમાં ફાઉન્ટન શૉ પણ આયોજિત કરવામાં આવશે. ગોરા ખાતે 11 કરોડના ખર્ચે 50 મીટર લાંબો અને 35 મીટર પહોળો વિશાળ નર્મદા ઘાટ તૈયાર કરાયો છે. આ ઘાટ પર 6 હજાર ભકતો બેસી શકશે તેટલી ક્ષમતા છે.
