રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ કાર્યક્રમમાં 3,646 વિદ્યાર્થીઓએ લીધો ભાગ
Live TV
-
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દર 3 વર્ષે 'રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ' યોજવામાં આવે છે. આ એક ક્ષમતા આધારિત રાષ્ટ્રીય સ્તરે થનાર મૂલ્યાંકન છે. જે શિક્ષણની ભવિષ્યમાં તૈયાર થનાર રણનીતિ નક્કી કરવામાં ઉપયોગી થાય છે. ડાંગ જિલ્લાના ધોરણ-3ના 649 વિદ્યાર્થીઓ, ધોરણ-5ના 612, ધોરણ-8ના 1 હજાર 057 અને ધોરણ-10ના 1 હજાર 328 એમ કુલ મળીને 3 હજાર 646 વિધાર્થીઓએ આ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો. આ સિદ્ધ સર્વેક્ષણ કસોટીમાં ફિલ્ડ ઇન્વેસ્ટીગેટર તરીકે સરકારી બી.એડ. કોલેજ, વાંસદાના તાલીમાર્થીઓ, ડાયેટ-વઘઈના પી.ટી.સી.ના તાલીમાર્થીઓ, વિશિષ્ટ શિક્ષકો, ડાયેટ-લેકચરર દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી.
