નર્મદા જિલ્લામાં આજે વધુ એક દર્દીને સારવાર બાદ રજા આપવામાં આવી
Live TV
-
.રાજપીપળા ખાતે સારવાર લઈ રહેલા દર્દીને રજા આપવામાં આવતા જિલ્લાના તમામે તમામ 12 દર્દી કોરોના મુક્ત બન્યા છે.તો આજે બનાસકાંઠા જિલ્લામાંથી નવા 10 કેસ મળી આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે.
રાજ્યમાં કોરોના દિવસેને દિવસે વકરી રહ્યો છે ત્યારે આજે નર્મદા જિલ્લામાંથી સારા સમાચાર મળ્યા. મધ્ય ગુજરાતના નર્મદા જિલ્લામાં હાલ કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. આજે વધુ એક દર્દીને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.રાજપીપળા ખાતે સારવાર લઈ રહેલા દર્દીને રજા આપવામાં આવતા જિલ્લાના તમામે તમામ 12 દર્દી કોરોના મુક્ત બન્યા છે.તો આજે બનાસકાંઠા જિલ્લામાંથી નવા 10 કેસ મળી આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે.ડીસા, પાલનપુરના ગઠામણ, વાસણી ,ગઢ અને ઈસ્લામપુરામાં નવા બે બે કેસ નોંધાયા હતા.આ તરફ ગઈકાલે સાબરકાંઠા જિલ્લામાં વધુ 3 કેસ મળી આવ્યા હતા.જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ તરફ અત્યાર સુધી ગ્રીન ઝોનમાં રહેલા જૂનાગઢ જિલ્લામાંથી નવા બે કેસ મળી આવ્યા છે. જિલ્લાના ભેંસાણ ગામે બે કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ભેંસાણ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને પ્યૂનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે આરોગ્ય કેન્દ્ર સીલ કરી દેવાયું છે અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને શોધવાની કામગીરી શરૂ કરાઈ છે. તો રાજકોટ જિલ્લામાં પણ આજે એક કેસ મળી આવ્યો.ગોંડલના SRP જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદ ખાતે ફરજ બજાવી પરત આવ્યા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટ શહેરમાં 61 અને ગ્રામ્યના બે મળી કુલ 63 કેસ અત્યાર સુધી નોંધાયા છે. તો ભાવનગર જિલ્લામાં એક પોઝિટિવ કેસ મળી આવ્યો છે. ભાવનગરમાં 15 વર્ષની એક કિશોરીનો રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ સંક્રમિતોની સંખ્યા 76 થઈ ગઈ છે.
