પરપ્રાંતીયો તંત્ર સાથે સંઘર્ષમાં ન ઉતરે, વતન જવા વિશેષ ટ્રેન-બસની છે વ્યવસ્થા - DGP
Live TV
-
સુરતમાં થયેલા સંઘર્ષમાં 204 લોકોની ધરપકડ કરવામાં આવી CCTVથી અત્યારસુધીમાં 2569 ગુના નોંધી 3675 લોકોની ધરપકડ કરાઈ
રાજ્ય પોલીસવડાએ જણાવ્યું છેકે, લોકડાઉનના લીધે ગુજરાતમાં જ રોકાયેલા અન્ય રાજ્યોના લોકો તેમના વતન જવા ઇચ્છી રહ્યા છે તેમને વતન મોકલવા માટેની વ્યવસ્થાને વધુ ઝડપી બનાવવામાં આવી રહી છે તેમ જણાવી ઝાએ ઉમેર્યું કે, વિવિધ શહેરોમાંથી રાજ્ય સરકાર દ્વારા ટ્રેન અને બસની વ્યવસ્થા કરાઈ છે પરંતુ વતન જવા વાળા અન્ય રાજ્યોના લોકોની સંખ્યા વધુ હોઇ થોડો સમય જરૂર લાગશે, એટલે આવા લોકોએ ધીરજ રાખીને તંત્ર અને પોલીસને સહયોગ આપવો જોઈએ. ખોટી રીતે તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવું જોઈએ નહિ. આમ થશે તો ચલાવી લેવાશે નહીં. પોલીસ કડક કાર્યવાહી કરશે. ગઈકાલે સુરત જિલ્લાના પલસાણા ખાતે અન્ય રાજયોના લોકો દ્વારા થયેલા સંઘર્ષના બનાવમાં 204 લોકો સામે કડક કલમો લગાવીને તેમની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાંથી વતન જવા માગતા પરપ્રાંતિયો માટે તંત્ર દ્વારા જરૂરી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરપ્રાંતિયો પોલીસ અને તંત્ર સાથે સંઘર્ષમાં ન ઉતરે તેમજ જે રત્નકલાકારો પોતાના વતન જવા માગે છે તે રત્ન કલાકારો વતનના સ્થળે જવું હોય તો સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર પાસેથી જરૂરી પાસ અને મંજૂરી મેળવીને જ જાય. સરપંચો પણ આવા લોકો ગામમાં પ્રવેશે ત્યારે તેઓના આરોગ્યની પૂરતી ચકાસણી કરીને કવોરન્ટાઈન સહિતની પગલાંઓ સુનિશ્ચિત કરે તે જરૂરી હોવાનું રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી 136 ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 11,200 ગુના દાખલ કરીને 21,163 લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 87 ગુના નોંધીને 99 લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી 2569 ગુના નોંધીને 3675 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
