Skip to main content
Settings Settings for Dark

નવસારીઃ અંભેટા ગામમાં અજગરના 28 બચ્ચાંનો જન્મ, જોવા લોકોના ટોળાં વળ્યા

Live TV

X
  • નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા અંભેટા ગામમાથી બિન ઝેરી અજગરના 28 બચ્ચા મળી આવ્યાં છે. બે થી અઢી ફૂટના આટલા બચ્ચાઓને એકસાથે જોતા ગામ લોકોમાં કુતુહલ ઉભું થયુ હતું.

    વનવિભાગ અને વન્યસૃષ્ટિના વિવેચકોએ અજગરના ઇંડાની જાળવણી અને સતત દેખરેખ કરી હતી ત્યારબાદ અજગરનો જન્મ થયો હતો. એક સામટા અજગરના 28 બચ્ચાએ નવસારીના ગણદેવી તાલુકાના અંભેટા ગામે જન્મ લીધો છે. બે ફૂટ લાંબા અજગરના આ બચ્ચાને જોવા અનેક લોકો અંભેટા ગામે ઉમટી પડ્યા હતા.

    સામાન્ય રીતે અજગરની વાત આવે ત્યાર લાંબા લાંબા મહાકાય અને અજગર ભરડો લોકોના માનસ પટલ પર છવાઇ જતો હોય છે, પરંતુ ઇન્ડિયન પાયથનના નામે પ્રસિધ્ધ આ અજગરના બચ્ચાઓ અત્યારથી જ સક્રિય જોવા મળી રહ્યાં છે. આમ તો અજગર આળસુ પ્રકૃતિનું સરિસૃપ છે પરંતુ આ બચ્ચાઓે અત્યારથી જ મોઢુ ફાડીને બહાર જવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

    અજગર વન્ય જીવ સંરક્ષણ અધિનિયમન 1972 હેઠળ સિડ્યુલ 1 ભાગ આવતું હોવાથી સામાજિક વણીકરણ વિભાગ.ગણદેવી એ વાઈલ્ડલાઈફ વેલફેર ફાઉન્ડેશન સાથે અજગર( Indian Python)ને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી છે જેને કારણે કોઇના હાથમાં આવી ન જાય અને વનમાં તે પોતાની રીતે જીવન વ્યતિત કરીને તેમની સંખ્યામાં સતત વધારો કરે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply