પાકિસ્તાની જેલમાંથી હસીના દિલશાદ અહેમદને ભારત પરત લાવવામાં મળી સફળતા
Live TV
-
પાકિસ્તાનની જેલમાં 18 વર્ષ રહ્યાં બાદ 65 વર્ષીય મહિલા હસીના દિલશાદ અહેમદને છેવટે ભારત પરત લાવવામાં સફળતા મળી છે. મૂળ ઔરંગાબાદમાં રહેતા હસીના દિલશાદ અહેમદ વર્ષ 2002માં તેમના એક સગાને મળવા માટે લાહોર ગયા હતા. જ્યાં તેમના સગાને મળી ન શક્યા. પણ લાહોર પોલીસે શંકાને આધારે તેમની ધરપકડ કરીને જેલમાં ઘકેલી દીધા હતા. ત્યારબાદ તેમણે સ્થાનિક ભારતીય દુતાવાસમાં અનેક સંપર્ક કર્યા હતા. જેના પગલે ભારત સરકારે સક્રિય પ્રયત્નો કરતા હસીના દિલશાદને ભારત પરત લાવવામાં આવ્યા હતા. 26મી જાન્યુઆરીએ પાકિસ્તાનથી આવ્યા બાદ હસીના દિલશાદ મહારાષ્ટ્રના ઔરગાંબાદ ખાતે તેમના ભત્રીજાના ઘરે પહોંચ્યા હતા. ઔરગાબાદ પહોંચ્યા બાદ તેમણે સીટી ચોકના પોલીસ સ્ટેશન ખાતે જઇને ત્યાંના સ્ટાફનો આભાર માન્યો હતો. કારણ કે જ્યારે તેમની ધરપકડ લાહોર ખાતે કરવામાં આવી ત્યારે ઔરંગાબાદ પોલીસે સારી કામગીરી કરીને કેન્દ્ર સરકારને પુરાવા પૂરા પાડયા હતા. જેના કારણે તેમને પરત લાવવામાં સફળતા મળી હતી.
