પાટણમાં ખેત તલાવડીથી મલબારી લીમડાનું સફળ વાવેતર
Live TV
-
પાટણ જીલ્લાના ૫૦૦ ગામોમાં વર્ષ ૨૦૧૭_૧૮ દરમ્યાન ૪૦ જલદુતો દ્વારા નાબાર્ડે એક વરસાદી પાણીના સંગ્રહ માટે જલદુત નામનો કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ખેત તલાવડી બનાવી પાણી સંગ્રહ કરી રણ પ્રદેશને અટકાવી હરિયાળી પાછી અને સાથેસાથે આવક મેળવવા મીલીયાદુબીયા એટલે કે મલબારી લીમડાનું વાવેતર કરવું.
પાટણ જીલ્લાના ૫૦૦ ગામોમાં વર્ષ ૨૦૧૭_૧૮ દરમ્યાન ૪૦ જલદુતો દ્વારા નાબાર્ડે એક વરસાદી પાણીના સંગ્રહ માટે જલદુત નામનો કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ખેત તલાવડી બનાવી પાણી સંગ્રહ કરી રણ પ્રદેશને અટકાવી હરિયાળી પાછી અને સાથેસાથે આવક મેળવવા મીલીયાદુબીયા એટલે કે મલબારી લીમડાનું વાવેતર કરવું. આ અંતર્ગત કૂવારદ ગામના રાજુભાઇ જાદવે ૧ હજાર મિલિયા દુબીયા ૨૦૧૭ માં લગાવ્યા હતા. અને જે પ્રયોગ આજે પાટણ જીલ્લાના શંખેસ્વર અને સમી વિસ્તાર માં સફળ બન્યો છે. અને આ પ્રયોગ ખેડૂતોની આવક ડબલ કરવાના લક્ષમાં પણ કારગત સાબિત થઈ રહ્યો છે.
