સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં આવેલું સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક 1 સપ્ટેમ્બરથી ખુલ્લુ મુકાશે
Live TV
-
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં આવેલું સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક 1 સપ્ટેમ્બર 2020થી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું છે.. હવે આગામી 10 ઓક્ટોબર 2020થી વિશ્વનાં પ્રથમ થીમ બેઝડ ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટમાં પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં આવેલું સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક 1 સપ્ટેમ્બર 2020થી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું છે.. હવે આગામી 10 ઓક્ટોબર 2020થી વિશ્વનાં પ્રથમ થીમ બેઝડ ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટમાં પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. માર્ચ મહીનાથી કોરોના સંક્રમણને કારણે પ્રવાસન સ્થળો બંધ કરાયા હતાં. જો કે હાલમાં સરકારની ગાઇડલાઇન મુજબ એક બાદ એક પ્રવાસન સ્થળો ખુલ્લાં મુકાઇ રહ્યાં છે. માર્ગદર્શિકા પ્રમાણે ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કમાં 10 સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે. એક સ્લોટ એક કલાકનો રહેશે. દર કલાકે 60 વ્યક્તિઓને પ્રવેશ અપાશે. સમગ્ર દિવસ દરમ્યાન માત્ર 600 વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કનો સમય સવારે 10:30 થી રાતનાં 08:30 સુધીનો રહેશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કમાં COVID-19ની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે. પાર્કમાં પ્રવેશ સમયે તથા ઠેર-ઠેર સેનેટાઇઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તો સાથે-સાથે ટેમ્પરેચર માપીને જ પ્રવેશ આપવામાં આવશે.
