પાલડી ખાતે સત્વ ફ્લેટમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
Live TV
-
અમદાવાદ શહેરના પાલડી ખાતે આવેલ સત્વ ફ્લેટમાં સાતમા માળે આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિશાળ હતી કે તેના ધુમાડા જોવા રોડ પર લોકોના ટોળા વળી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ફાયર બ્રિગેડની 6 થી 7 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફ્લેટના રહિશોને સહી સલામત રીતે ફ્લેટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે ફ્લેટનો વીજ પુરવઠો તાત્કાલિક રીતે બંધ કરવામાં આવ્યો હતો, જેના પગલે આગ વધુ વિકરાળ બની ન હતી.
