Skip to main content
Settings Settings for Dark

મહિસાગરઃ જાણીતા ચિત્રકારે ગાંધીજી સાથે જોડાયેલી સંસ્થાનું બનાવ્યું પેઈન્ટિંગ

Live TV

X
  • મહીસાગર જિલ્લાના એક ચિત્રકારે રોજ એક વોટર પેઈન્ટિંગ બનાવવાની અવિરત કલાસાધનાથી નામના મેળવી છે. ત્યારે આ જાણીતા ચિત્રકાર બિપિન પટેલ તેમની પ્રગતિના માઇલ સ્ટોનને યાદગાર બનાવતા પૂજ્ય ગાંધીજી સાથે જોડાયેલી સંસ્થા લુણાવાડા પ્રગતિ મંદિર છાત્રાલયનું ૧૬૦૦મું પેઇન્ટિંગ બનાવી તેમની કલાસાધનમાં વધુ એક મોરપીંછ ઉમેર્યું છે.

    તેઓ છેલ્લા ચાર વર્ષથી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવે છે. તેમની આ સિધ્ધિના કારણે તેમને તેઓ અનેક એવોર્ડ અને ગૌરવપૂર્ણ સિધ્ધિઓ પ્રાપ્ત થઇ છે. આ પહેલા તેમનો એક અનોખો કીર્તિમાન છે, તેઓના ૧૦૦૦ દિવસ પૂર્ણ થયા ત્યારે ઇન્ડીયા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે. યુનેસ્કો દ્વારા આયોજિત હેરિટેજ રાણકી વાવ પાટણ ખાતે દર વર્ષે યોજાતી લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધામાં તેમણે સળંગ ચાર એવોર્ડ મેળવેલ છે.

    ત્યારે સંતરામપુર તાલુકાના છાંયણ જેવા નાના ગામમાંથી આવતા બિપિનભાઇ પટેલે વોટર કલરથી ગ્રામ્યજીવન, ધબકતું શહેર ખુબ જ સુંદર રીતે કંડાર્યું છે. તેમણે અત્યાર સુધીમાં દેશભરમાં વોટર કલર આર્ટ કેમ્પ પણ યોજ્યાં છે. ત્યારે હાલમાં તેઓ વૈશ્વિક મહામારીના કોરોનાના સંકટકાળમાં ઓનલાઈન પધ્ધતિથી ક્લાસ ચલાવી ચિત્રકલા રસિકોને કલા શિક્ષણ આપી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply