Skip to main content
Settings Settings for Dark

સાપુતારા સહિત ગીરા ધોધ, પંપા સરોવરે શનિ-રવિની રજામાં પ્રવાસીઓ ઉમટ્યાં

Live TV

X
  • ગુજરાતના ગિરિમથક સાપુતારા સહીત ગીરા ધોધ અને પંપા સરોવર, શબરીધામમાં રવિવારની રજામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. અનલોકડાઉન-5માં ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ પ્રવાસન સ્થળ ખુલ્લા મુકાયા છે.

    ગુજરાતનાં ડાંગ વહીવટી તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ તે રીતે નિયમોનાં પાલન સાથે ગિરિમથક સાપુતારા ખાતેનાં બોટીંગ સહીત એડવેન્ચર એક્ટિવિટી અને જોવાલાયક સ્થળોને ખુલ્લા મુકાયા છે. જેથી અહીનો પ્રવાસન ઉદ્યોગ પાટા ઉપર આવી શકે. ત્યારે ગઇકાલે રવિવારે ગુજરાતનાં ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળો પ્રવાસીઓથી ઊભરાયા હતા.

    જેમાં રવિવારે ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓએ પેરાગ્લાયડિંગ, બોટિંગ સહીતની એડવેન્ચર એક્ટિવિટીની મઝા માણી હતી. જ્યારે વઘઇના ગીરા ધોધ અને પમ્પા સરોવર, શબરીધામ ખાતે પણ પ્રવાસીઓ ફરવા માટે આવ્યા હતા. ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓને હાથ સેનિટાઇઝ કરીને બોટિંગ માટે પ્રવેશ અપાયો હતો. જ્યારે ગીરાધોધમાં ફક્ત સો જેટલા સહેલાણીઓને દિવસ દરમિયાન પ્રવેશ અપાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply