મોરબી,ટંકારા,માળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળી માટે રજીસ્ટ્રેશન આજથી શરૂ
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી, ટંકારા અને માળિયા ત્રણ તાલુકા માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો રજીસ્ટ્રેશન માટે આવી રહ્યાં છે.
પ્રથમ દિવસે માર્કેટિંગ યાર્ડ ખાતે રજીસ્ટ્રેશન માટે માત્ર એક જ કોમ્પ્યુટર હતું, પરંતુ ખેડૂતોના ધસારાને ધ્યાને લઈને જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક વધુ બે કોમ્પ્યુટર મુકવામાં આવ્યા છે. જેથી વધુમાં વધુ ખેડૂતોનું ઝડપથી રજીસ્ટ્રેશન થઇ શકે. અત્યાર સુધીમાં અહીં ૪૦થી વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન થઇ ચુક્યા છે અને મોટી સંખ્યામાં ખેડૂતોને ટોકન આપવામાં આવી છે.
