પાલનપુર: સ્લમ વિસ્તારમાં સામાજિક સંસ્થાઓ દ્વારા શરુ કરવામાં આવી શેરી શાળા
Live TV
-
કોરોનાકાળમાં શાળાઓ બંધ હોવાથી સલ્મ વિસ્તારના બાળકો માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાને લઈ કેટલીક સામાજિક સંસ્થાઓએ શેરી શાળાનો અનોખો અભિગમ અપનાવ્યો છે. જવેલેક્સ ફાઉન્ડેશન, લોકસારથી સંસ્થા ,જીવનતીર્થ અને પાલનપુર સીટી રોટરી કલબ દ્વારા કોરોનાકાળમાં બાળકોને ઘરે બેઠા જ મૂલ્યવર્ધક શિક્ષણ મળી રહે તે હેતુથી બાળકોને જુદા જુદા શિક્ષકો દ્વારા શેરી શાળાનો આ અનોખો કોન્સેપટ શરૂ કરાયો છે. ગુજરાતના જુદા જુદા સ્થળે આવી 21 જેટલી શેરી શાળાઓ ચાલે છે. ત્યારે પાલનપુર શહેરના હરિપુરા સલ્મ વિસ્તારમાં આ શેરી શાળા શરૂ કરાઇ છે, જેમાં બાળકોને અભ્યાસ કીટ અર્પણ કરાઈ હતી. આ પ્રોજેક્ટના કો ઓર્ડીનેટરે જણાવ્યું હતું કે જુદી જુદી 100 જેટલી પદ્ધતિઓ થકી બાળકોનો તણાવ દૂર થાય અને તેઓ કોરોનાકાળમાં પણ જીવન મૂલ્યોનું ઉત્તમ શિક્ષણ મેળવી શકે તે માટે આ શેરી શાળા પાલનપુરમાં શરૂ કરાઇ છે.
