Skip to main content
Settings Settings for Dark

રાધનપુરઃ કામલપુર ગામના ખેડૂત બન્યા આત્મનિર્ભર 

Live TV

X
  • ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તે માટે ખેતર સુધી ગોડાઉન બનાવવા ઉપરાંત જૈવિક ખેતીને બળ મળે તેવી વિવિધ સહાયકારી યોજનાઓ બનાવી છે. 

    આ યોજનાઓ થકી ખેડૂતો પણ ખેતરમાં જ માલસંગ્રહ કરી આત્મનિર્ભર બની રહ્યા છે, ત્યારે આવી જ વિવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાનો લાભ લઇ રાધનપુર તાલુકાના કામલપૂર ગામના પ્રગતિશીલ ખેડૂત જેસંગભાઈ એ. ૧૩ વીઘા જમીનમાં મલ્ટિ ક્રોપ લઈ ખેડૂતોને નવી રાહ ચીંધ્યો છે. 

    જેસંગભાઇએ નર્મદાના પાણી આવતા બાગાયત ખેતી અપનાવીને દાડમ વાવ્યા હતાં. તેમણે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના તળે ૨ લાખની સબસિડી લઈ ખેતરમાં જ પાક સંગ્રહ થાય તે માટે ગોડાઉન બનાવ્યું. ઉપરાંત બીજા ૨ લાખની સહાયથી પેકેજિંગ હાઉસ પણ ઊભું કર્યું. આ ઉપરાંત તેમણે તેમના ખેતરમાં ખારેક, લીંબુ, અને લાલ લસણનો પ્રયોગ કર્યો છે અને જેમાં સફળતા મળી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply