બજાણા રેન્જ ફોરેસ્ટ ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી
Live TV
-
ગુજરાત વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગ રૂપે ઘુડખર અભયારણ્ય ધ્રાંગધ્રા દ્વારા બજાણા રેન્જ ફોરેસ્ટ વિભાગના સહયોગથી બજાણા ખાતે જીલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે માનવ જીવન સાથે વન્ય પ્રાણીઓનું મહત્વ, વિવિધ વન્ય પ્રાણીઓની પ્રોજેકટર દ્વારા માહિતી અપાઈ હતી. વધુમાં તેની વિશેષતા સમજાવી વન્ય પ્રાણીઓ આપણી સંસ્કૃતિ અને વારસો હોવાથી દરેકે વન્ય પ્રાણીઓની રક્ષા કરવી જોઈએ તેવો સંદેશ અપાયો હતો.
આ પ્રસંગે વન્ય પ્રાણી, પશુ - પક્ષીને બચાવનાર તથા વનવિભાગને મદદરૂપ થનારા તમામ લોકોનું સન્માનપત્ર આપીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે વન સંરક્ષક વન્ય જીવ વર્તુળ, ગાંધીનગરના ડો,બી.સુચિન્દ્રા સહિત ઉચ્ચ અધિકારીઓ તથા ધ્રાંગધ્રા,બજાણાના આર એફ ઓ, વન રક્ષકો અને વન્ય પ્રાણીઓની રક્ષા કરતી સંસ્થાઓ, જીવદયા પ્રેમીઓ હાજર રહ્યા હતા.
