Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠાઃ પ્રાથમિક શાળાના શિક્ષકનો બાળકોને ભણાવવા નવતર પ્રયોગ

Live TV

X
  • હરીપુરા પ્રાથમિક શાળાના શિક્ષક પોતાના કપડાં પર જ મૂળાક્ષરો, હિન્દી, ગુજરાતી શબ્દો , સરવાળા-બાદબાકીની પ્રક્રિયા પેઇન્ટિંગ કરીને મહોલ્લાઓમાં જાય છે. જેથી બાળકો તેમના કપડાં પરનું લખાણ જોઈને શિક્ષણકાર્ય કરે છે.

    કોરોના મહામારીના સમયમાં શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી કેટલાંક ગામોમાં ઇન્ટરનેટ પર રેગ્યુલર નહિ પકડાતું હોવાથી નાના બાળકોનું ભણતર બગડે નહીં તે માટે બનાસકાંઠા જિલ્લાના એક શિક્ષકે  બાળકોને ભણાવવા એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. આ શિક્ષકે પોતાના કપડાં ને જ બ્લેકબોર્ડ બનાવી તેની પર શબ્દો લખી બાળકોને શેરીઓમાં જઇને ગમ્મત સાથે જ્ઞાન આવનો નવતર પ્રયોગ કર્યો છે. જેનાથી બાળકોનું જ્ઞાન પણ વધી રહ્યું છે, અને બાળકોને ભણવામાં પણ મજ્જા પડી રહી છે. કાંકરેજ તાલુકામાં આવેલી હરીપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાં તકલીફ પડતી હતી. ત્યારે આવા સમયે હરીપુરા પ્રાથમિક શાળાના શિક્ષક નિલમભાઈ પટેલ આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણાવવા માટે પોતાના કપડાં પર જ મૂળાક્ષરો, હિન્દી, ગુજરાતી શબ્દો , સરવાળા-બાદબાકીની પ્રક્રિયા પેઇન્ટિંગ કરીને મહોલ્લાઓમાં જાય છે. જેથી બાળકો તેમના કપડાં પરનું લખાણ જોઈને શિક્ષણકાર્ય કરે છે, અત્યારે શાળાઓ બંધ હોવાથી સરકાર દ્વારા વર્ચ્યુઅલ કલાસ, હોમ લર્નિંગ અને ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહી છે. તેવામાં નીલમ ભાઈ પટેલ દ્વારા આપવામાં આવતા આ અનોખા શેરી શિક્ષણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply