Skip to main content
Settings Settings for Dark

બીજેપી સરપંચ સંવાદ સેતુ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં સરપંચોનું સંમેલન યોજાયું

Live TV

X
  • મોરબી ગ્રીન વેલી સંકુલ ખાતે બીજેપી સરપંચ સંવાદ સેતુ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના સરપંચોનું એક સંમેલન યોજાયું હતું...આ કાર્યક્રમ પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો..કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સરકાર ની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ થકી સરપંચ કઈ રીતે ગામ ના છેવાડાના માણસોને લાભ આપી શકે તેની સરળ ભાષામાં સમજ આપી હતી...સાથે મોબાઈલમાં તમામ સરકારી યોજનાઓની માહિતી મળી શકે તે માટે એક વિશેષ એપ પણ ડાઉન લોડ કરાવી હતી. પ્રદેશ અધ્યક્ષે આગામી સમય માં સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટીની જીત માટે કમર કસી મહેનત કરવા અપીલ કરી હતી. મોરબી ગ્રીનવેલી સંકુલ ખાતે  ઉદ્યોગકારો સાથે પણ સીધો સંવાદ યોજવામાં આવ્યો હતો .જેમાં મોરબી ના પ્રભારી સચિવ, ઊર્જા મંત્રી સૌરભ ભાઇ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારા સભ્ય બ્રિજેશ ભાઇ મેરજા, નવનિયુક્ત પ્રદેશ ઉપાધ્યક્ષ જેન્તીભાઇ કવાડિયા, ભરતભાઇ બોંઘરા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા...મોરબી સરપંચ સંવાદ સેતુ કાર્યક્રમ માં ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની સાકાર તુલા પણ  કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply