Skip to main content
Settings Settings for Dark

બ્રેઈનડેડ યોગશિક્ષિકાના અંગદાનથી 5 વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પથરાયો

Live TV

X
  • બ્રેઈનડેડ યોગશિક્ષિકા રંજનબેન ચાવડાના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું.

    અંગદાન..મહાદાન.. જીવનદાનને વધુ એક વાર સાર્થક કરતી ઘટના સુરતમાં બની છે. વલસાડના સેગવી ગામના બ્રેઈનડેડ યોગશિક્ષિકા રંજનબેન ચાવડાના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ ફેલાવ્યો છે. તેમના લીવરદાનથી સુરતના એક ઉદ્યોગપતિ અને સમાજસેવકને નવજીવન મળ્યું છે.

    સુરતમાં કિરણ હોસ્પિટલ ખાતે સૌપ્રથમવાર લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતમાંથી બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાનની આ છઠ્ઠી ઘટના છે. ન્યુરોસર્જન ડોકટર કે. સી. જૈને અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ રંજનબેનને બ્રેનડેડ જાહેર કર્યા  હતાં. બાદમાં ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રંજનબેનના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવવતા પરિવારે અંગદાન માટે સંમતિ આપતા તેમના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply