વ્યારા: કાનુપર ખાતે નિવૃત આર્મી જવાન કિશોરભાઈ પ્રજાપતિનું સ્વાગત
Live TV
-
17 વર્ષ સુધી માતૃભૂમિની રક્ષા કરી પરત ફરેલા આર્મી જવાન કિશોરભાઈ પ્રજાપતિનું માદરે વતન વ્યારા ખાતે સ્વાગત કરવામાં આવ્યું.
17 વર્ષ સુધી માતૃભૂમિની રક્ષા કરી અને દેશની સરહદની રખેવાળી કરી પરત ફરેલા યશસ્વી એવા કિશોરભાઈ પ્રજાપતિ પોતાના માદરે વતન વ્યારા ખાતે પહોંચ્યા હતા. વ્યારાના કાનુપર ખાતે ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશભક્તિના ગીત-સંગીત અને ભવ્ય શોભાયાત્રા કાઢી તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. નિવૃત આર્મી જવાન કિશોરભાઈ પ્રજાપતિના સ્વાગત સમારોહમાં અગ્રણીઓએ ફૂલહાર અને શાલ ઓઢાડી તેમનું બહુમાન કર્યું હતું. વ્યારાના સૌ આગેવાનો-પરિવારજનોએ પણ તેમનું ફુલહારથી સ્વાગત કર્યું હતું અને તેમની દેશ સેવાને બિરદાવી હતી. સમગ્ર કાનપુરામાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
