ભાવનગર: સોલાર પેનલ ક્લીનીંગ રોબટ ડીવાઈસ તૈયાર કરવામાં આવ્યું
Live TV
-
ભાવનગરની જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ સોલાર પેનલ ક્લીનીંગ રોબટ ડીવાઈસ તૈયાર કર્યું.
ભાવનગરની જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અવનવા સંશોધનો કરવામાં આવતા હોય છે. કોલેજની મિકેનિકલ એન્જીનીયરીંગના સાતમાં સેમેસ્ટરના વિદ્યાર્થીઓ દ્વારા એક વધુ સંશોધન કરવામાં આવ્યું છે. સોલાર પેનલ દ્વારા આજકાલ ઘરો અને વિવિધ કંપનીઓમાં વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ આવી સોલાર પેનેલને સમયાંતરે ક્લીન કરવા માટે શું કરવું તે અંગે આ વિદ્યાર્થીઓ દ્વારા સંશોધન થયું છે. વિદ્યાર્થીઓએ સોલાર પેનલ ક્લીનીંગ રોબટ ડીવાઈસ તૈયાર કર્યું છે. ડીવાઈસને સોલાર પેનલની લેવલમાં ફીટીંગ કરીને તેને પણ સૂર્ય ઉર્જા વડે કાર્યરત કરીને સોલાર પેનલની સાફસફાઇ થઇ શકે છે. અર્થાત રોબોટ સોલાર બેટરીથી ચાલે છે અને સોલાર પેનલની સાફસફાઈ કરે છે. રોબોટ સસ્તો છે અને ઓછું વજન ધરાવે છે.
