ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા થઈ સંપન્ન
Live TV
-
દર વર્ષે અમદાવાદમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા નીકળે છે...આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં માનવમેદની ભગવાનના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે.
દર વર્ષે અમદાવાદમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા નીકળે છે...આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં માનવમેદની ભગવાનના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે...જો કે ગત વર્ષથી કોરોનાને કારણે રથયાત્રા નીકળી ન હતી...આ વર્ષે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી...પરંતુ રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા અમદાવાદમાં ગઈકાલે યોજાઈ હતી...ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન શુભેદ્રા સાથે ગઈકાલે સાંજથી જ વાજતે ગાજતે પોતાના મોસાળ સરસપુરના રણછોડરાયજીના મંદિરે પહોંચી ગયા છે....અષાઢ સુદ અમાસ સુધી ભગવાન મામાના ઘરે રહેશે...અને મોસાળવાસીઓ તેમને લાડ લડાવશે...અને ત્યારપછી ભગવાન નીજ મંદિર પરત ફરશે જ્યાં તેમની નેત્રોસ્તવની વિધિ કરવામાં આવશે
