ભાવનગરમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો સામે
Live TV
-
ભાવનગરમાં અત્યાર સુધી કુલ સંક્રમિતોની સંખ્યા 42 થઈ ગઈ છે. તો કુલ 21 દર્દીઓને સારવાર બાદ, રજા પણ આપી દેવામાં આવી છે.
રાજ્યમાં દિવસેને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. તેના કારણે ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આજે ભાવનગરમાં કોરોનાનો વધુ એક કેસ મળી આવ્યો છે. શહેરના યુસુફ બાગ શિશુવિહારમાં રહેતા , 24 વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાવનગરમાં અત્યાર સુધી કુલ સંક્રમિતોની સંખ્યા 42 થઈ ગઈ છે. તો કુલ 21 દર્દીઓને સારવાર બાદ , રજા પણ આપી દેવામાં આવી છે. તો 5 વ્યક્તિના કોરોનાને કારણે મોત થયા છે. હાલ 16 દર્દી સારવાર હેઠળ છે. તો પંચમહાલ જિલ્લાના ગોધરામાં વધુ એક કેસ પોઝિટવ નોંધાયો. શહેરના 34 વર્ષના એક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 23 થઈ ગઈ છે. તો આજે બોટાદ જિલ્લામાંથી સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લાના 2 પોઝિટિવ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. બોટાદમાં જે પ્રથમ કેસ નોંધાયો હતો તેમના પુત્ર અને પ્રપૌત્ર સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી છે. બન્ને સાળંગપુરની ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. રજા અપાતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા તાળીઓના ગળગળાટથી તેમને વિદાય અપાઈ હતી.
