Skip to main content
Settings Settings for Dark

મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી આણંદપર ગામની બહેનો

Live TV

X
  • સ્ટ્રોબેરી અને કમલમ (ડ્રેગનફ્રૂટ) ફળની ખેતીથી વર્ષે 3 લાખથી વધુની કરી કમાણી

    જામનગર જિલ્લાના આણંદપર ગામની 10 મહિલાઓએ “શ્રી આઈ ખોડલ સખી મંડળ” બનાવી ખેતી માં મૂલ્ય વૃદ્ધિ નો સુંદર દાખલો પૂરો પાડ્યો છે. આ બહેનો  પ્રાકૃતિક પદ્ધતિથી સ્ટ્રોબેરી અને કમલમ ફળની ખેતી કરી તેમાંથી જામ,જેલી, અને ચિપ્સ બનાવે છે. મંડલે રિટેલ માર્કેટમાં વેચાણ કરી વર્ષે 3 લાખ રુપિયાથી વધુની કમાણી કરી છે. આ બહેનોને બાગાયત વિભાગે તાલીમ આપી છે. વળી, એનઆરએલએમ યોજના અંતર્ગત રુપિયા 1 લાખની લોન- સહાય પણ મળી છે.

    તેમાંની એક મહિલાએ ડીડી સાથે વાત કરતા કહ્યું હતું કે, સખી મંડળ ચલાવતા તેની પહેલા ખેતી જ કરતા પણ આટલી બધી આવક નહોતી, તો સમયે તેમની આવક પચાસ હજાર જ હતી અત્યારે ત્રણ લાખ જેટલી આવક છે અનેસરકાર ઘણી બધી મહિલાઓ માટે સહાય આપે છે. નર્સરી કોર્ષ કર્યા પછી સખી મંડળમાં આવ્યા પછી જ આગળ વધ્યા છીએ અને આમાં એવું નથી કે ભણેલા જ હોવા જોઈએ, થોડુ ભણેલા હોય તો પણ આ કામ કરી શકે છે અને ખરેખર મહિલાઓને અત્યારે પગભર થવાની ખૂબ જ જરુર છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply