Skip to main content
Settings Settings for Dark

મહિસાગરઃ ગુજરાત સ્થાપના દિને લેવાયેલી સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામ વિતરણ

Live TV

X
  • રાજ્ય સરકારે પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઊજવણીના ભાગરૃપે ચિત્ર, નિબંધ અને કાવ્ય સ્પર્ધા યોજી હતી. જે અંતર્ગત મહિસાગર જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 

    આ કાર્યક્રમમાં પ્રાથમિક અને માધ્યમિક કક્ષામાં ભણતા 18 વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર અપાયા હતા. જેમાં જિલ્લા કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે જોશી રિદ્ધિ , કાવ્ય સ્પર્ધામાં પ્રથમ નંબરે પટેલ અર્ચિતા અને નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબરે રજત પિંકી વિજેતા જાહેર થયા હતા. 

    આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા વિદ્યાર્થીઓને 15 હજારનો ડ્રાફ્ટ, દ્વિતીય વિજેતા વિદ્યાર્થીઓને 11 હજાર રૂપિયા તેમજ ત્રીજો નંબર મેળવનાર વિજેતાઓને 5 હજાર રૂપિયાનો ડ્રાફ્ટ અપાયો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply