સુરતના સંજયભાઈએ સૈનિકોના યુનિફોર્મ અને ટેન્ટ માટે 10 લાખ મીટર કાપડ સપ્લાય કર્યુ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત તેમજ વોકલ ફોર લોકલના સંદેશને સુરતના ઉદ્યોગપતિએ અપનાવ્યો છે. સુરતના સંજયભાઇએ દેશના સૈનિકોના યુનિફોર્મ તેમજ ટેન્ટ માટે અંદાજિત 10 લાખ મીટર કાપડ ભારતીય સેનાને સપ્લાય કર્યું છે.
આ કાપડ પહેલાં વિદેશથી આયાત કરાતું હતું
આ કાપડ સંરક્ષણ વિભાગ દ્વારા પ્રમાણિત તેમજ તમામ પ્રકારની ગુણવત્તામાં પાસ થઇ ચૂક્યું છે. આ કાપડ સૈનિકોના શર્ટ,પેન્ટ, જેકેટ ઉપરાંત ટેન્ટ બનાવી શકાય એ પ્રકારની ઉત્તમ કક્ષાની ગુણવત્તા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાના યુનિફોર્મ અને અન્ય ઉપયોગમાં લેવામાં આવતું આ કાપડ પહેલાં વિદેશથી આયાત કરાતું હતું.
