વડોદરા: એનસીસી હેડક્વાર્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
Live TV
-
એનસીસીના સ્થાપના દિન નિમિત્તે વડોદરામાં એનસીસી હેડક્વાર્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ. રક્તદાન કેમ્પમાં એરફોર્સ,નેવી તથા આર્મીના 3 અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કેડેટ્સ ઉપસ્થિત રહ્યા. કમાન્ડિંગ ઓફિસર પવનકુમાર, લેફ્ટનન્ટ કર્નલ અમિત બેનર્જીએ રક્તદાન કરીને કેડેટ્સને રક્તદાન કરવા પ્રેરણા આપી હતી.એનસીસીના ત્રણેય પાંખના મળીને કુલ 75 વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યુ. કોરોનાની ગાઇડલાઇન મુજબ સામાજિક અંતર રાખીને તેમજ માસ્ક અને સેનેટાઇઝિંગની વ્યવસ્થા સાથે રક્તદાન કરવામાં આવ્યુ. કોરોના મહામારીમાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા સયાજી હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો.
