મહીસાગરઃ જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજના બોન્ડેડ ઉમેદવારોને તાત્કાલિક હાજર
Live TV
-
રાજ્યમાં વધતા કોરોના કેસોની વચ્ચે સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોના બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.કોરોનાના દર્દીઓની સારવાર માટે માનવબળની ઘટ વર્તાઈ રહી છે અને તાકીદની પરિસ્થિતિમાં તબીબોની તીવ્ર જરુરીયાત હોવાથી, રાજ્ય સરકાર દ્વારા સરકારી મેડિકલ કોલેજોના અને જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજના બોન્ડેડ ઉમેદવારોને ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લામાં ફાળવાયેલ ૧૪ એમ.બી.બી.એસ તબીબોને અપાયેલી નિમણૂંક પૈકી 10 ઉમેદવારો જિલ્લા આરોગ્ય કચેરી ખાતે હાજર થયા હતા. તેમને લુણાવાડા અને સંતરામપુર કોવિડ હોસ્પિટલ ખાતે નિમણૂક કરાઈ હતી.
