માંડવીના 70 વર્ષીય દુર્લભજી મકવાણાએ રામચરિત માનસના મુખ્ય 12 જીવન પ્રસંગોને અદભુત કલાકારી આપી
Live TV
-
કચ્છ એટલે કલા,અને કુદરતનો અદભુત સમન્વય. કચ્છ એટલે ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતી ભૂમિ. કચ્છમાં કલા સંસ્કૃતિનો અદભુત ખજાનો અને વારસો આજે પણ જીવંત છે. કચ્છના કલાકારોએ હજારો વર્ષની પૌરાણિક બાટીક હેન્ડ પેઇન્ટિંગ કલાને એક અલગ અંદાજમાં કાપડ પર કંડારી અદભુત આર્કષણ જમાવ્યું છે. માંડવીના 70 વર્ષીય નિવૃત્ત શિક્ષક દુર્લભજી મકવાણા રામચરિત માનસના પ્રસંગોને સ્ક્રોલ બાટીક પેઇન્ટિંગમાં કંડારે છે. તેમણે કાપડ પર બાટીક હેન્ડ પેઈન્ટ કરી શ્રી રામચરિત માનસના જીવન પ્રસંગો આંગળીનાં ટેરવે અદભૂત રીતે કંડાર્યા છે. 20 વર્ષની ઉંમરથી ચિત્રકામની શરૂઆત કરનાર આ ચિત્રકારે બાટીક હેન્ડ પેઈન્ટ દ્વારા ત્રણ મહિનામાં રામચરિત માનસના મુખ્ય 12 જીવન પ્રસંગોને અદભુત કલાકારી આપી છે. 14 મીટર લંબાઈ અને 22 સે.મી પહોળાઈના ચિત્રમાં ભગવાન રામની બાળ અવસ્થામાં ઋષીમુનીઓ પાસે શિક્ષાથી લઈ અયોઘ્યાની રાજગાદી પર બિરાજમાન થયા ત્યાર સુધીના મુખ્ય અંશો તેમણે કંડાર્યા છે.
