મૂળ યુપી, હાલ મોરબીમાં રહેતા યુવાનને આકસ્મિક સંજોગોમાં વ્હારે આવી પોસ્ટઓફિસ
Live TV
-
મૂળે ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના પણ હાલ મોરબી રોજગાર અર્થે સ્થાયી થયેલા પરપ્રાંતીય યુવાને પોસ્ટ ઓફિસ તરફથી મળેલી મદદનો આભાર માન્યો હતો. આ યુવાનના સાસુનું તેમના વતનમાં મૃત્યુ થતા તાકીદે પરિવારમાં રૂપિયાની જરૂરત ઊભી થઈ હતી.
યુવાને લોકડાઉન દરમિયાન પોસ્ટ ઑફિસનો સંપર્ક કરતા પોસ્ટ ઑફિસ દ્વારા સત્વરે તેમના પરિવારને ડિજિટલ બેન્કિંગ સિસ્ટમથી તાત્કાલિક નાણાં ટ્રાનસ્ફર કરી આપવામાં આવ્યા હતા. પરપ્રાંતીય દંપતી પોસ્ટ ઓફિસની આ કામગીરીથી ખુશ થયું હતું.
પોસ્ટ વિભાગની આ અદ્યતન ડિજિટલ બેન્કિંગ સિસ્ટમ નાના લોકો માટે સાચા અર્થમા આશીર્વાદ રૂપ બની રહી છે અને આ જ કારણસર લોકો તેને નાના લોકોની મોટી બેન્કનું ઉપનામ આપી રહ્યા છે. આ તકે દુરદર્શન સાથે વિશેષ વાત કરતા રાજુ પાસવાને પોસ્ટ ઓફિસના કર્મચારી અને સરકારનો આભાર માન્યો હતો.
