સુરેન્દ્રનગર : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નિઃશુલ્ક ગેસ બોટલ મળતા થયાં ખુશ
Live TV
-
હાલમાં છેલ્લા એક મહિનાથી દેશ અને રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આ સમયે ગરીબ વર્ગને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજનાના લાભાર્થી ને ગેસ ની બોટલ પણ નિઃશુલ્ક મળી રહે તે માટે ની જાહેરાત કરી હતી જેનો લાભ સુરેન્દ્રનગર ના ધ્રાંગધ્રા તેમજ આસપાસ ના ગામડાઓમાં રહેતા ઉજ્જવલા યોજનાના લાભાર્થી ને હાલ મળી રહ્યો છે.
ગેસ એજન્સી દ્વારા દરરોજના 100 થી 125 જેટલા ગેસ બોટલ આ લાભાર્થી ને આપવામાં આવી રહી છે. અને તે લોકોને બોટલ ઝડપી .મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલના સમયે કોરોના વાયરસ નો ચેપ લોકોમાં ન ફેલાય તે માટે ગેસની બોટલ ની ડિલિવરી કરતા વ્યક્તિ પણ આ સમયે આ માસ્ક તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ પણ કરે છે. અને આ સમયે ઉજ્જવલા યોજના થકી આ લાભાર્થી ગેસ ની બોટલ નિઃશુલ્ક મળતા તે સરકારનો આભાર માની રહ્યા છે.
